
સરકારી નોકરીનું સ્વપ્ન જોતા વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી દિવસોમાં કોલેજ કેમ્પસ ખાતે ધોરણ ૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે આ ખાસ વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. આ નિઃશુલ્ક તાલીમ વર્ગોનો લાભ General (સામાન્ય), OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ લઈ શકશે.


આ તાલીમ વર્ગોમાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી ટેટ (TET), ટાટ (TAT), તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી ફન્ડામેન્ટલ તેમજ વર્ગ-૩ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સચોટ તૈયારી કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ નિઃશુલ્ક તાલીમ વર્ગોમાં જોડાઈને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગતા હોય,

તેઓએ આગામી ૧૦ દિવસની અંદર પોતાના શૈક્ષણિક અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ મોહંમદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ચંદ્રપુર (વાંકાનેર) ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. કોલેજ પ્રશાસન દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વધુને વધુ યુવાનોને આ સુવર્ણ તકનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0


