
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે આગામી શુક્રવારે પવિત્ર મોહર્રમ પર્વની યાદમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની મહાન કુરબાની અને તેમણે આપેલા માનવતાના સંદેશને સમાજમાં ચરિતાર્થ કરવા માટે પાંચદ્વારકા ગામમાં માનવસેવા માટે સક્રિય એવા મદીના વેલફેર ગ્રુપ દ્વારા આ પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.…


મોહર્રમનો તહેવાર એ ત્યાગ, બલિદાન અને માનવતાના કલ્યાણ માટે કંઈક કરી છૂટવાનો સંદેશ આપે છે. આ પ્રસંગે આયોજકો દ્વારા “એક બોટલ રક્ત કોઈના જીવનમાં નવી આશા લાવી શકે છે” તેવો પ્રેરણાદાયક વિચાર રજૂ કરવામાં આવ્યો છે. કોઈપણ હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હોય છે, ત્યારે રક્તદાતા દ્વારા આપવામાં આવેલું રક્ત તેના માટે સંજીવની સમાન સાબિત થાય છે.

ઇમામ હુસૈનની યાદમાં આ રક્તદાન કેમ્પ યોજીને સાચા અર્થમાં માનવતાની સેવા કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે.
મદીના વેલફેર દ્વારા પાંચ દ્વારકા અને આસપાસના વિસ્તારના તમામ યુવાનો અને સેવાભાવી નાગરિકોને આ રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કરવા અને માનવસેવાના આ પવિત્ર કાર્યને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



