

લોકસભાના વિપક્ષના નેતા તેમજ યુવાનો, વિદ્યાર્થીઓ, ગરીબો અને વંચિતોના અવાજ સમાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આજરોજ જન્મદિવસની વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા સેવાકીય કાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર યુવા કોંગ્રેસની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા બીમાર દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરી રાહુલ ગાંધીના જન્મદિવસની સાદગી અને સેવાથી ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં યુવા કોંગ્રેસ અગ્રણી ડો. રુકમુદીન માથકીયા, આબીદભાઈ ગઢવારા, ફારૂકભાઈ કડીવાર, સૈફુલભાઈ માથકીયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



