
ઘણા વર્ષો બાદ વાંકાનેર શ્રી સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પું. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી પધાર્યા છે. તેમની પાવન નિશ્રામાં આગામી તારીખ ૨૨, ૨૩ અને ૨૪ જૂનના રોજ દાદા ગુરુ શ્રી અજરામરજી સ્વામીના ૨૭૩માં જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય ત્રિ-દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે…


આ ત્રિ-દિવસીય ધર્મોત્સવ દરમિયાન ભાવિકો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે એકાસણા અને સામાયિ, ત્રિરંગી જાપ, સંકીર્તન અને પ્રભુભક્તિ, ગુરુદેવના જીવન પ્રસંગોનું વ્યાખ્યાન, મહાપ્રતાપી દાદા ગુરુ શ્રી અજરામરજી સ્વામીનો પરિચય સહિતના કાર્યક્રમો યોજાશે.

આજથી ૨૬૪ વર્ષ પહેલાં માત્ર ૧૦ વર્ષની નાની વયે ગોંડલ મુકામે જૈન દીક્ષા ગ્રહણ કરી, શ્રી અજરામરજી સ્વામી સંસ્કૃત, પ્રાકૃત, શાસ્ત્ર, આગમ જ્ઞાન અને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે પહોંચ્યા હતા. એક મહાપ્રતાપી આચાર્ય તરીકે તેમણે ૨૫ વર્ષ સુધી અવિરત ધર્મ પ્રભાવના કરી હતી. આજે પણ લીંબડી ગુરુગાદી ધામમાં હજારો ભાવિકો તેમની ઉપાસના અને દર્શનાર્થે દૂર-દૂરથી ઉમટી પડે છે. વાંકાનેર શ્રી સંઘમાં વ્યાખ્યાન દરમિયાન આ મહાન સંતના પ્રેરણાદાયક જીવન પ્રસંગો રજૂ કરવામાં આવશે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0


