Tuesday, June 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસિયા ટોલનાકે ફરી બબાલ : ટોલ માંગતા કર્મચારીઓને ધમકી આપતા છ...

    વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ફરી બબાલ : ટોલ માંગતા કર્મચારીઓને ધમકી આપતા છ સામે ફરિયાદ….

    વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર અવારનવાર બનતી દાદાગીરીની ઘટનાઓમાં વધુ એક હિંસક બનાવનો ઉમેરો થયો છે, જેમાં ગત રાત્રિના સમયે બે કારમાં આવેલા છ શખ્સોએ ટોલ આપવાનો ઇનકાર કરી, કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચા‌લી અને મુઢ ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમાર યાદવે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જયરાજસિંહ ઝાલા તથા હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા (રહે.વધાસીયા) તથા ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રીના વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે આરોપી જયરાજસિંહ ઝાલા તથા તેની સાથે બે અજાણ્યો માણસો ક્રેટા કાર નં. GJ 36 AJ 2312 માં આવી ટોલ કર્મચારીને તેની ગાડી ઉભી નહી રાખવા જણાવી બોલાચાલી કરી,

    બાદમાં હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા તથા બે અજાણ્યા માણસો સ્કોરપીયો કાર નં. GJ 08 BH 0007 લઇ ટોલબુથ પર આવી ટોલબુથના કર્મચારીને અમારી ગાડી ટોલબુથ પર નહીં ઉભી રાખવા જણાવી ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુઢ ઇજા પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!