
વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામમાંથી રોજગારીનું માધ્યમ એવી ઘરની બહાર પાર્ક કરેલી એક બજાજ ઓટો રિક્ષાને કોઈ અજાણ્યા શખ્સો ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના જુના લાલપર ગામે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વાહીદભાઈ વલીભાઈ ખીયાણી (ઉ.વ.૪૮)એ તેના ઘરની બહાર પોતાની બજાજ ઓટો રિક્ષા નંબર GJ-36-U-2508 (કિંમત રૂ. ૫૦,૦૦૦) પાર્ક કરી હોય, જેની કોઈ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવીના ઉપયોગથી રિક્ષાની ચોરી કરી નાસી જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




