
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અને તેજસ્વી યુવાન રેનિશ માથકિયાએ શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે જ્વલંત સફળતા મેળવીને પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ રેનિશ માથકિયાની રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયન્સ’ વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ ઉત્સાહભેર પોતાની ફરજ પર જોઈનિંગ પણ કરી લીધું છે…


આ સાથે જ રેનિશ માથકિયાએ સરકારી વિભાગમાં ઉજ્જવળ દેખાવ કરી ફિશરીઝ ઓફિસર તેમજ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં પણ સફળતા મેળવી આ બંને સરકારી ક્ષેત્રોમાં તેમની પસંદગી સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે. આગામી દિવસોમાં આ બંને ક્ષેત્રોમાં પણ તેમના માટે કારકિર્દીની સુવર્ણ તક રહેલી છે…

આ તકે, આલ્ફા પેટ્રોલિયમના ઓનર ઇલ્યાસભાઈ બાદી (પંચાસીયા) દ્વારા રેનિશ માથકિયાને વિશેષ રૂપે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને તેમના વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામનાઓ વ્યક્ત કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




