
વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનો સત્તાવાર કાર્યભાર સંભાળ્યો હતો. જેમાં નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા અને ઉપપ્રમુખ ઇરફાનભાઇ હુશેનભાઇ ચૌધરીએ ભારતીય બંધારણને સાક્ષી રાખીને પોતાના હોદ્દાનો વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો હતો…


આ પદગ્રહણ સમારોહમાં માર્ગદર્શન આપવા અને હોદ્દેદારોનો ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન દુબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો તથા કોંગ્રેસના વિવિધ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે હોદ્દો સંભાળતાની સાથે જ લોકહિતના કાર્યોની દિશામાં ત્વરિત કામગીરી શરૂ કરી દીધી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ બંને હોદ્દેદારોએ તાલુકા પંચાયતની તમામ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક પ્રજાના પડતર પ્રશ્નો અને વિવિધ જનલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કામગીરીને વધુ વેગવંતી બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા…

” આભાર સંદેશ “
વાંકાનેર તાલુકા પંચાયતના ‘પ્રમુખ’ જેવા અત્યંત મહત્વના અને જવાબદારીભર્યા હોદ્દા પર મારી નિમણૂક કરી, મારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે બદલ હું પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને વાંકાનેર તાલુકાની દેવતુલ્ય જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ હોદ્દાની ગરિમા જાળવીને વાંકાનેર તાલુકાના સર્વાંગી વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે અમે હંમેશા લોકસેવામાં કાર્યરત રહીશું તેવી ખાતરી આપું છું. આપ સૌના આશીર્વાદ અને સાથ-સહકાર સદાય મળતા રહે તેવી અપેક્ષા….
આપના વિશ્વાસુ….
ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા
(પ્રમુખશ્રી, વાંકાનેર તાલુકા પંચાયત)
ગોરધનભાઈ સરવૈયા
(કોળી સમાજ અગ્રણી-પ્રતિનિધિ)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




