
સમગ્ર દેશમાં ઓનલાઇન દવાઓના વધી રહેલા ચલણ અને નકલી દવાઓના વેચાણ સામે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા અપાયેલા દેશવ્યાપી બંધના એલાનને વાંકાનેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ એલાનના સમર્થનમાં આજરોજ બુધવારે વાંકાનેર મેડિકલ સ્ટોર્સ એસોસિયેશન દ્વારા સજ્જડ બંધ પાડીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો….
સ્થાનિક મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના વેપારીઓ દ્વારા કોઈપણ પ્રિસ્ક્રિપ્શનની યોગ્ય ચકાસણી વિના થતા દવાઓના અનિયંત્રિત ઓનલાઈન વેચાણ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવા, મોટી કોર્પોરેટ કંપનીઓ અને ફાર્મસીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા આપવામાં આવતા ભારે અને અયોગ્ય ડિસ્કાઉન્ટની નીતિઓ રદ કરવા તેમજ બજારમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતી નકલી દવાઓના ઉત્પાદન તેમજ વેંચાણ પર કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે આ બંધ પાડવામાં આવ્યું હતું…


રાષ્ટ્રવ્યાપી હડતાળના આ પગલે વાંકાનેર શહેરના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. આ ઉપરાંત, વાંકાનેર મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના તમામ વેપારીઓ અને હોદ્દેદારોએ એકત્રિત થઈને વાંકાનેરના મામલતદાર તેમજ પોલીસ વિભાગને આ મામલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




