Wednesday, May 20, 2026
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના યુવા એડવોકેટ રીફાકતહુસેન એમ. માણસીયાનો આજે જન્મદિવસ....

    Happy Birthday : વાંકાનેરના યુવા એડવોકેટ રીફાકતહુસેન એમ. માણસીયાનો આજે જન્મદિવસ….

    વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા યુવા તથા તેજસ્વી એડવોકેટ રીફાકતહુસેન એમ. માણસીયાનો આજે જન્મદિવસ છે. પોતાની કઠોર મહેનત અને કાયદાકીય જ્ઞાનથી ખૂબ જ નાની વયે વકિલાત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર આ યુવા ધારાશાસ્ત્રીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે…

    વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના ખેડૂત પુત્ર રીફાકતહુસેન એમ. માણસીયાએ પોતાના ઉચ્ચ અભ્યાસ બાદ વર્ષ ૨૦૨૨ માં વકિલાતની સનદ મેળવ્યા બાદ કાયદાક્ષેત્રે પોતાના પાયાને મજબૂત કરવા રાજકોટમાં નામાંકિત અને સિનિયર ધારાશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તેમણે રેવન્યુ (મહેસૂલી) તથા સિવિલ ક્ષેત્રમાં સક્રિય રીતે પ્રેક્ટિસ શરૂ કરી હતી…

    રાજકોટ ખાતે કાયદાકીય બારીકીઓનો બહોળો અને સચોટ અનુભવ મેળવ્યા બાદ, છેલ્લા બે વર્ષથી તેઓ પોતાના વતન વાંકાનેર ખાતે સ્થાયી થયા છે અને અહીં સ્વતંત્ર રીતે રેવન્યુ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે વાંકાનેર પંથકમાં પોતાના પારદર્શક કામ અને કાયદાકીય કોઠાસૂઝથી અસીલોમાં ભારે વિશ્વાસ સંપાદન કર્યો છે, ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્ર વર્તુળ, સાથી વકીલ મિત્રો અને તેમના અસીલો દ્વારા તેમને રૂબરૂ, સોશિયલ મીડિયા તથા મો. 81405 45137 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!