Wednesday, May 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા પરપ્રાંતિય આધેડનું અચાનક...

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા પરપ્રાંતિય આધેડનું અચાનક બેભાન થયાં બાદ મોત…

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રહીને ખેત મજૂરી કરતા મૂળ રાજસ્થાનના વતની એક ૪૫ વર્ષીય આધેડનું અચાનક બેભાન થઈ જતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલ યુસુફભાઇ અલીભાઇ પરાસરાની વાડીએ રહીને ખેત મજૂરી કરતા વિરદાસિંહ નગાસિંહ રાવત (ઉંમર વર્ષ ૪૫, મુળ રહે. નેગડીયા, તા. ટાડગઢ, જી. બ્યાવર, રાજસ્થાન) ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર અચાનક બેભાન થઇ ગયા હતા.

    આધેડ ખેતમજૂર અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલ (દવાખાને) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે (ડોક્ટરે) તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!