મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત હોય, ત્યારે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) ટીમે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બાટલા રિફિલિંગ કરતા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. (S.O.G.) ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે હોટલ એ. કે. નીચે દુકાનમાં દરોડો પાડી આરોપી હનીફભાઈ હુશેનભાઈ બાવરા (રહે. વાંકીયા, તા. વાંકાનેર)ને ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ કરતા રંગેહાથ ઝડપી પાડી સ્થળ પરથી ગેસના બાટલા અને અન્ય સાધનો સહિત કુલ રૂ. ૪૩,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






