વાંકાનેર વિસ્તારના સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાન આપનાર બે મહાનુભાવોની આજે વર્ષી નિમિત્તે સમગ્ર પંથકમાં તેઓને યાદ કરી ખીરાજે અકીદત પેશ કરવામાં આવી છે. વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય શહીદ મંજુરહુસેન પીરઝાદા તથા વાંકાનેર એપીએમસીના પૂર્વ ચેરમેન મર્હુમ રહીમભાઈ મામદભાઈ કડીવારને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

આ બંને મહાનુભાવોએ પોતાના જાહેર જીવનમાં વાંકાનેર અને આસપાસના વિસ્તારોના વિકાસ, સામાજિક સમરસતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે નોંધપાત્ર કાર્યો કર્યા છે. શહીદ મંજુરહુસેન પીરઝાદાએ પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોના હિતમાં હંમેશા અવાજ ઉઠાવ્યો હતો અને પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કર્યું હતું, જ્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના વતની અને સામાજિક-રાજકીય અગ્રણી મર્હુમ રહીમભાઈ મામદભાઈ કડીવારને આજે તેમની વર્ષી પર વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. પીરઝાદા પરિવારના અત્યંત વફાદાર અને નિષ્ઠાવાન સાથી રહેલા રહીમભાઈએ વાંકાનેર એપીએમસીના ચેરમેન તરીકે ખેડૂતોના હિત માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી….
જાહેર જીવનમાં તેમના નિસ્વાર્થ સેવાના યોગદાનને આજે વિસ્તારના લોકો ભારે હૈયે યાદ કરી રહ્યા છે. આજના દિવસે સ્થાનિક આગેવાનો, સમર્થકો અને વાંકાનેર પંથકના લોકોએ આ બંને વિરલ વ્યક્તિત્વોના કાર્યોને વાગોળીને તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t







