
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીમાં માલ ખાલી કરવા ગયેલા મૂળ રાજસ્થાનના યુવાન ટ્રક ડ્રાઈવરનું પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાં જ અચાનક હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલ પદ્માવતી ટ્રાન્સપોર્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપૂત (ઉં.વ. ૩૨) વ્યવસાયે ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય, જેમાં ગઈકાલે બપોરના સમયે તેઓ પોતાનો ટ્રક લઈને માટેલ નજીક આવેલી બોન્જા સિરામિક ફેકટરીમાં માલ ખાલી કરવા માટે ગયા હતા. જ્યાં ફેક્ટરીના પાર્કિંગમાં તેઓ પોતાના ટ્રકમાં બેઠા હતા દરમિયાન અચાનક જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. આસપાસના લોકો કંઈ સમજે કે મદદ માટે પહોંચે તે પહેલા જ હાર્ટએટેક આવી જવાના કારણે ટ્રકમાં જ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. માત્ર ૩૨ વર્ષની નાની વયે યુવાન ચાલકનું હાર્ટએટેકથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️