Wednesday, May 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર પંથકમાં દિન સાથે દુન્યવી શિક્ષણમાં સતત અગ્રેસર સંસ્થા દારૂલ ઉલુમ ગૌષે...

    વાંકાનેર પંથકમાં દિન સાથે દુન્યવી શિક્ષણમાં સતત અગ્રેસર સંસ્થા દારૂલ ઉલુમ ગૌષે સમદાની – પીપળીયા રાજમાં S.S.C. નું 95.16% અને H.S.C.નું 93.33% ઉત્કૃષ્ટ પરિણામ….

    વર્ષ 2001થી કાર્યરત સંસ્થા દિન અને દુન્યવી એમ બંને શિક્ષણમાં અવ્વલ : આપના બાળકમાં સંસ્કારોના સિંચન માટે એડમિશન મેળવો….

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દિની અને દુન્વયી શિક્ષણ ક્ષેત્રે નામાંકિત એવી દારૂલ ઉલૂમ ગૌષે સમદાની સંસ્થામાં કાર્યરત ગરીબ નવાઝ માધ્યમિક શાળામાં આજરોજ ધોરણ 10નું ઐતિહાસિક 95.16 % ઝળહળતું પરિણામ જાહેર થયું છે, આ સાથે જ ધોરણ 12 નું પણ 93.33% જેટલું ઉચ્ચ પરિણામ જાહેર થયું છે. સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઇસ્લામિક માહોલમાં દિની તાલીમ સાથે દુનિયાવી તાલીમમાં પણ અગ્રેસર રહી દર વર્ષની માફક આ વર્ષે પણ ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવી રાખી છે….

    વર્ષ 2005 થી આ સંસ્થામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દર વર્ષે સતત 90% થી ઉપર જ પરિણામો સાથે નિપુણતા મેળવી રહ્યા છે, ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ આ પરંપરાને આગળ વધારી વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ થઇ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ સંસ્થા વિવિધ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત અગ્રેસર રહી શ્રેષ્ઠ સમાજ અને વ્યક્તિત્વ નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. સંસ્થા સાથે સંકળાયેલ શ્રેષ્ઠ મેનેજમેન્ટ ટીમ તથા સ્ટાફની અથાગ મહેનતથી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દિની અને દુનિયાવી તાલીમમાં નિપુણ બનાવી સમાજને સર્વશ્રેષ્ઠ નાગરિકો પ્રદાન કરવાનું કાર્ય સંસ્થામાં કરવામાં આવી રહ્યું છે…

    વર્તમાન વર્ષમાં ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ અને સારા પરિણામો માટે અથાગ મહેનત કરનાર તમામ શિક્ષકો તથા સમગ્ર સ્ટાફને ખુબ ખુબ મુબારકબાદી…

    સમાજની આવનાર પેઢીને દીની તાલીમ અને સંસ્કારના સિંચન સાથે સારૂ શિક્ષણ આપવા સતત સક્રિય સંસ્થામાં ધોરણ 11 કોમર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

    દારૂલ ઉલૂમ ગૌષે સમદાની-પીપળીયા રાજ

     ગરીબ નવાઝ માધ્યમિક અને   ઉચ્ચતર માધ્યમિક શાળા 

    વાંકાનેર-મિતાણા રોડ, મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર

    મો. 97882 78692
    મો. 97883 78692

     નાઝીમ-એ-આલા 

    મો. 98797 63259

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!