Wednesday, May 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ગંગોત્રી સ્ટોનમાં રાત્રીના ખાટલા પર સૂતેલા કિશોર પર ડમ્પરના તોતિંગ...

    વાંકાનેર : ગંગોત્રી સ્ટોનમાં રાત્રીના ખાટલા પર સૂતેલા કિશોર પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતા કમકમાટીભર્યું મોત….

    વાંકાનેર પંથકમાં ભારે વાહનોના ચાલકોની બેદરકારીને કારણે વધુ એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં વાંકાનેરના દિઘલીયા (દલડી) ગામની સીમમાં આવેલ ગંગોત્રી સ્ટોનમાં ખાટલા ઉપર સૂતેલા એક 16 વર્ષીય કિશોર પર ડમ્પર ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન રિવર્સમાં ચલાવીને પાછળનું ટાયર ફેરવી દેતા કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામનો વતની અને હાલ વાંકાનેર પંથકમાં મજૂરીકામ કરતા પરિવારના 16 વર્ષીય કિશોર અશ્વિન હિમલાભાઈ મોહનીયા દિઘલીયા (દલડી) ગામની સીમમાં આવેલ ગંગોત્રી સ્ટોનમાં રાત્રીના એક ખાટલા ઉપર સૂતો હોય ત્યારે ડમ્પર નંબર GJ-13-AW-7520ના ચાલક સુનિલ જયપાલએ મનુષ્યની જિંદગી જોખમાય તેટલી હદે ગફલતભરી અને બેદરકારીથી પોતાનું ડમ્પર પાછળ જોયા વગર જ રિવર્સમાં લઇ ખાટલા પર સૂતેલા અશ્વિનને હડફેટે લેતા ડમ્પરનું પાછળનું તોતિંગ વ્હીલ કિશોરના માથાના ભાગે ફરી વળતા મોઢું ચિબાઈ જવાથી ઘટનાસ્થળે જ કિશોરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

    આ ગોઝારી ઘટના બાદ મૃતક કિશોરના પિતરાઈ ભાઈ રાહુલ કાળુભાઇ મોહનિયા (હાલ રહે. ગંગોત્રી સ્ટોન, ગામ-દિધલીયા (દલડી), મૂળ રહે. કાંટુ ગામ, તા. ધાનપુર, જિ. દાહોદ) દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!