Wednesday, May 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીના બનાવમાં છેલ્લા આઠ મહિનાથી નાસતો ફરતો આરોપી...

    વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ચોરીના બનાવમાં છેલ્લા આઠ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, 1.39 લાખના મુદ્દામાલ રિકવર….

    વાંકાનેર સીટી પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી ઝડપી પાડી, સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હોય, દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કો. દર્શિતભાઈ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલાને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટના કુબલીયાપરામાં હોય,

    જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઇ સોલંકી (ઉ.વ. ૨૯, રહે. કુબલીયાપરા, શેરી નં. ૫, મચ્છી ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી તથા રોકડ રકમ રૂ. ૧,૦૭,૦૦૦ સહિત કુલ રૂ. ૧,૩૯,૦૦૦નો મુદ્દામાલ રિકવરી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કો. યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કો. રાણીંગભાઇ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઇ પરમાર અને જગદીશભાઇ રંગપરા સહિતની ટીમ જોડાઇ હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!