Saturday, May 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની જેનકો રિફ્રેક્ટરીમાં રૂ. 56.59 લાખની છેતરપિંડી, એકાઉન્ટન્ટે જ કરી કંપની સાથે...

    વાંકાનેરની જેનકો રિફ્રેક્ટરીમાં રૂ. 56.59 લાખની છેતરપિંડી, એકાઉન્ટન્ટે જ કરી કંપની સાથે દગાબાજી….

    વાંકાનેરની જાણીતી જેનકો રિફ્રેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આરોપી જૈનમ પરેશભાઇ શાહે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કંપનીના બેનીફીસરીમાં પોતાના અને અન્ય મળતિયાઓના બેંક એકાઉન્ટ એડ કરી દીધા હતા. આ છેતરપિંડી હેઠળ આરોપીએ સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં રૂ. ૪૨,૯૫,૩૧૫ અને S.B.I. બેંકના એકાઉન્ટમાં રૂ. ૧૩,૬૪,૪૭૮/- જમા કરાવી, કુલ 56.59 લાખથી વધુની રકમ મળતીયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે…

    આ સમગ્ર મામલે મોરબીના કાલિકાનગર (રબારીવાસ) ખાતે રહેતા પ્રાઇવેટ નોકરિયાત હર્ષદભાઈ હેમતરામ નિમાવત (ઉ.વ.૩૩) દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જૈનમ શાહ અને અન્ય બે એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!