
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી એક હોટલના રૂમમાંથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના બેટી રામપર ગામના વતની રામજીભાઇ ભલગામડીયા (ઉ.વ. ૪૮) વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી દ્વારકાધીશ હોટલમાં છેલ્લા ૭ થી ૮ દિવસથી રોકાયા હતા. તેઓ હોટલના રૂમ નં. ૧૦૯ માં ઉતર્યા હતા. દરમ્યાન ગઈકાલે બપોરના સમયે રામજીભાઈ રૂમની બહાર ન આવતા હોટલના સંચાલકોએ તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અને દરવાજો ન ખૂલતા હોટલ સંચાલકોને શંકા ગઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક ધોરણે વાંકાનેર તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી.

હોટલ સંચાલકોની માહિતીના આધારે વાંકાનેર તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ કરતા રામજીભાઇ ભલગામડીયા તેમના રૂમમાં બેભાન અને મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં વાંકાનેર પોલીસે આ બનાવ સંદર્ભે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



