Sunday, April 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરપંચાસીયા જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની મજબૂત રણનીતિ : તમામ ગામોમાં નક્કર...

    પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની મજબૂત રણનીતિ : તમામ ગામોમાં નક્કર જનાધારના સહારે કુલસુમબેન અકબરભાઈ બાદીની વિજયકૂચ….

    આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા કોંગ્રેસે વાંકાનેરની પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક તેમજ તેના હેઠળની પંચાસીયા, પંચાસર અને હસનપર એમ ત્રણેય તાલુકા પંચાયત બેઠકો પર ફૂંકી-ફૂંકીને મજબૂત ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. જેમાં પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક પર સામાજિક અગ્રણી અકબરભાઈ બાદીના પત્ની કુલસુમબેન બાદીને ટિકિટ આપીને કોંગ્રેસે આ બેઠક પર પોતાની જીતનો દાવો વધુ મજબૂત કર્યો છે.‌…

    રાજકીય સમીક્ષકોના મતે, આ બેઠક પર સામાજિક અને રાજકીય અગ્રણી અકબરભાઈ બાદીની ખુબ સારી પકડ હોય, તેમજ જીલ્લા પંચાયત નીચે આવતી ત્રણેય તાલુકા પંચાયત બેઠકો પર પણ કોંગ્રેસે મજબૂત અને અડીખમ ઉમેદવારોને ટીકીટ આપતા આ વિસ્તારમાં કોંગ્રેસની પકડ મજબૂત બની છે….

    અગાઉની ચૂંટણીઓમાં જ્યારે અકબરભાઈ આ સીટ પરથી વિજયી બન્યા હતા, ત્યારે તેમને ગ્રામ્ય વિસ્તારોમાંથી એકતરફી સમર્થન મળ્યું હતું, આવી જ પરિસ્થિતિ પુનઃ સરજાઇ છે. વર્તમાન ચુંટણી પુર્વે જ આ વિસ્તારમાં પંચાસીયા, વાંકીયા, રાણેકપર, પંચાસર, વઘાસીયા, ભોજપરા, ધર્મનગર, હસનપર, ધમલપર સહિતના ગામોમાં કોંગ્રેસ ઉમેદવારોનું પ્રભુત્વ અને લોકચાહના અકબંધ છે. ગત ચૂંટણીઓના આંકડા અને હાલના સમીકરણો જોતા કોંગ્રેસની આ રણનીતિ વિપક્ષ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!