વાંકાનેર તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં પણ ખાસ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અભેદ્ય કિલ્લા સમાન મનાતી રાતડીયા સીટ પર આ વખતે રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં એક માસ્ટર સ્ટ્રોક લગાવતા રાતડીયા ગામના જ સ્થાનિક અને લોકપ્રિય જન પ્રતિનિધિ કિશોરભાઈ રામજીભાઈ સાકરીયાને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને રાતડીયા સીટ પર રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે…


વર્ષોથી રાતડીયા સીટ પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસના મજબૂત ઉમેદવારના કારણે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. કિશોરભાઈ સાકરીયા રાતડીયા ગામના જ વતની છે અને વર્ષોથી સ્થાનિક લોકોના પ્રશ્નો અને સુખ-દુઃખમાં તેમની સાથે ઊભા રહ્યા છે. એક સ્થાનિક જન પ્રતિનિધિ તરીકેની તેમની લોકપ્રિયતા અને સેવાકીય પ્રવૃત્તિઓ તેમને અન્ય ઉમેદવારો કરતા અલગ તારવે છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન કિશોરભાઈ સાકરીયા જ્યાં પણ જાય છે, ત્યાં તેમને લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. ડોર-ટુ-ડોર પ્રચાર હોય કે ગ્રામ્ય સભાઓ, દરેક જગ્યાએ યુવાનો, વડીલો અને મહિલાઓનો તેમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકીય પંડિતો અને સ્થાનિક લોકોના મતે, કિશોરભાઈ સાકરીયાની સ્વચ્છ છબી અને લોકો સાથેનો તેમનો સીધો અને પારિવારિક સંબંધ આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે,

જે જોતા કોંગ્રેસની રણનીતિ અને કિશોરભાઈની મહેનત રંગ લાવી રહી છે. ગ્રામજનોના મિજાજ અને ઉમેદવારને મળી રહેલા આ પ્રચંડ અને જંગી જનસમર્થનને જોતા, વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા સીટ પર કોંગ્રેસનો પરચમ લહેરાય અને કિશોરભાઈ રામજીભાઈ સાકરીયાનો ઐતિહાસિક વિજય થાય તેવું અત્યારથી જ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



