Saturday, April 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની મિલન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક...

    વાંકાનેર શહેરની મિલન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો….

    વાંકાનેર સિટી પોલીસ ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ પર ગેબી પાનની પાછળ મિલન પાર્ક સોસાયટીમાં રહેતો એક શખ્સ પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે, જેના આધારે પોલીસે મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ બાબુભા જાડેજા નામના શખ્સના મકાનમાં રેઇડ કરતાં સ્થળ પરથી વેચાણ કરવાના ઈરાદાથી સંતાડીને રાખવામાં આવેલ વિદેશી દારૂની ૦૫ બોટલ તથા ૧૭ નંગ ચપલા મળી આવ્યા હતા,‌ જેથી પોલીસે કુલ રૂ. ૧૪,૮૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી ક્રિપાલસિંહ જાડેજાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!