Friday, April 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર આઝાદીથી કોંગ્રેસનો દબદબો યથાવત : મનસુખભાઈ...

    વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર આઝાદીથી કોંગ્રેસનો દબદબો યથાવત : મનસુખભાઈ થુલેટીયાના ધર્મપત્ની દુધિબેન ચૂંટણી મેદાને….

    વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી જંગમાં વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આઝાદી પછીથી અત્યાર સુધી આ સીટ હંમેશા કોંગ્રેસનો અભેદ્ય ગઢ રહી છે. ત્યારે આ ઐતિહાસિક સીટ પર પોતાની જીતની પરંપરા જાળવી રાખવા માટે કોંગ્રેસે આ વખતે એક અત્યંત મજબૂત અને લોકપ્રિય ચહેરો મેદાનમાં ઉતાર્યો છે….

    આ વખતેની ચૂંટણીમાં ગારીયા ગામના સ્થાનિક અને કોંગ્રેસમાં મજબૂત પકડ ધરાવતા પારદર્શક આગેવાન મનસુખભાઈ વાલજીભાઈ થુલેટીયાના ધર્મપત્ની દુધિબેનને કોંગ્રેસ પાર્ટીએ પોતાની સત્તાવાર ટિકિટ આપી છે. આ વિસ્તારમાં મનસુખભાઈ અને તેમનો પરિવાર કોઈપણ પ્રકારના જ્ઞાતિવાદ કે વાદ-વિવાદથી દૂર રહીને સર્વ સમાજને મદદરૂપ થવાની ભાવના ધરાવો હોય તેમજ ઉચ્ચ શિક્ષણ સ્તર ધરાવતા થુલેટીયા પરિવાર વર્ષોથી અનેકવિધ સામાજિક અને સેવાકીય કાર્યો સાથે સીધી રીતે જોડાયેલો હોવાનો સીધો લાભ આ ચુંટણીમાં કોંગ્રેસને મળશે…

    મનસુખભાઈ થુલેટીયાની એક પારદર્શક અને નિખાલસ નેતા તરીકેની છાપ સમગ્ર પંથકમાં પ્રચલિત છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા તેઓ હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દુધિબેન થુલેટીયા પર પસંદગીનો કળશ ઢોળવા પાછળનું મુખ્ય કારણ આ પરિવારની બહોળી લોકચાહના છે. પાર્ટી માને છે કે સ્થાનિક સ્તરે લોકોની સેવા કરવાના તેમના મિજાજ અને સ્વચ્છ છબીનો સીધો લાભ પક્ષને મળશે. આ નિર્ણયથી ગારીયા સીટ પર કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરી છે…‌.

    હાલમાં ચૂંટણી પ્રચાર અને લોકોના મળી રહેલા જંગી પ્રતિસાદને જોતા એવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે કે ગારીયા સીટ પર દુધિબેન થુલેટીયાનો જ્વલંત વિજય ગત ચુંટણીની લીડ કરતાં ખુબ વધારે રહેશે તે નિશ્ચિત છે અને આ બેઠક ફરી એકવાર કોંગ્રેસના ફાળે જશે તેવો રાજકીય પંડિતોનો વર્તારો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!