Thursday, April 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેરની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસને જીતનો 'ગોલ્ડન ચાન્સ' : ઇસ્માઇલભાઈ ઉર્ફે 'ગોલ્ડન'ના...

    વાંકાનેરની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસને જીતનો ‘ગોલ્ડન ચાન્સ’ : ઇસ્માઇલભાઈ ઉર્ફે ‘ગોલ્ડન’ના પ્રચારનો પ્રારંભ….

    વાંકાનેર પંથકમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે વાંકાનેરની ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષે પીઢ, અનુભવી અને લોકપ્રિય નેતા ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયાને મેદાનમાં ઉતાર્યા છે. સમગ્ર પંથકમાં ઇસ્માઇલ ગોલ્ડનના હુલામણા નામથી જાણીતા ઉમેદવારની એન્ટ્રીથી કોંગ્રેસ માટે આ બેઠક કબ્જે કરવાનો ગોલ્ડન ચાન્સ ઊભો થયો છે….

    ઈસ્માઈલભાઈ જ્ઞાતિ-જાતિના રાજકારણથી ઉપર ઊઠીને, દરેક સમાજના સુખ-દુઃખમાં ઊભા રહેવાની તેમની વૃત્તિ તેમને એક આદર્શ લોકનેતા બનાવે છે. ભૂતકાળમાં જ્યારે તેઓ ચંદ્રપુરના સરપંચ તથા તાલુકા પંચાયતના સદસ્ય હતા, ત્યારે તેમણે કરેલા વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી નિર્ણયોના કારણે સ્થાનિક રાજકારણમાં સારી નામના મેળવી છે.

    આ જિલ્લા પંચાયત બેઠક નીચે આવતા ચંદ્રપુર, ભાટિયા, લાલપર, ગારીયા, રસીદગઢ, પાંજ, કાનપર, લિંબાળા, રાજા વડલા, ભોજપરા, સિંધાવદર, નવી કલાવડી અને પ્રતાપગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોંગ્રેસ તરફી માહોલ જામતો જોવા મળી રહ્યો છે, જ્યાં ઇસ્માઇલભાઈને ભારે જનસમર્થન મળી રહ્યું છે….

    લોકોનો મિજાજ અને વર્તમાન પરિસ્થિતિ જોતાં રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે આ વખતે ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસ પાસે વિજયનો ગોલ્ડન ચાન્સ છે. પરિણામ ભલે મતપેટીમાંથી બહાર આવે, પરંતુ હાલ પૂરતું તો મેદાન ‘ગોલ્ડન’ ભાઈએ મારી લીધું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!