
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી-વાંકાનેર વિસ્તારના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ટિકિટ વાંચ્છુકોની રાહનો અંત લાવતા ભાજપે મોરબી જિલ્લા પંચાયત, વાંકાનેર તાલુકા પંચાયત અને વાંકાનેર નગરપાલિકાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે….


બીજી તરફ, ભાજપ દ્વારા પત્તા ખોલી નાખવામાં આવતા હવે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અન્ય સ્થાનિક પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે. ટિકિટની વહેંચણી બાદ કોઈ નારાજગી ન રહે અને બળવાખોરી ન થાય તે માટે ભાજપના મોવડીમંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ અને સંકલનની કવાયત પણ સઘન બનાવી દેવામાં આવી છે….


મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની બેઠકો…
૧). ચંદ્રપુર – ઝાકીરહુસૈન જલાલભાઈ શેરસીયા
૨). ઢુવા – સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા
૩). કોઠી – નેહાબેન અશ્વિનભાઈ મેઘાણી
૪). લુણસર – હંસાબેન મનીષભાઈ રોજાસરા
૫). મહિકા – જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર
૬). પંચાસીયા – હેમીબેન રતિલાલ અણીયારીયા
૭). તિથવા – મુફીઝ ઇબ્રાહિમ માથકીયા
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




