આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે મોરબી જિલ્લા પોલીસ બેડામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલ દ્વારા વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 13 પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓના આદેશમાં લાંબા સમયથી લીવ રિઝર્વમાં રહેલા અનેક અધિકારીઓને જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનો અને શાખાઓની મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે….
બદલી પામેલા પોલીસ અધિકારીઓની વિગતો….
૧). વાય. એસ. સિંધવ : લીવ રીઝર્વમાંથી બદલી કરીને વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે નિમણૂક.
૨). જે. ડી. ઝાલા : લીવ રીઝર્વમાંથી બદલી કરીને ટંકારા પો.સ્ટે. ખાતે નિમણૂક…
૩). વાય. બી. જાડેજા : લીવ રીઝર્વમાંથી બદલી કરીને મોરબી સીટી ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ખાતે નિમણૂક…

૪). એન. એસ. ઘેંટીયા : લીવ રીઝર્વમાંથી બદલી કરીને મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે નિમણૂક.
૫). જે. ડી. સરવૈયા : લીવ રીઝર્વમાંથી બદલી કરીને મોરબી સીટી ‘બી’ ડિવિઝન પો.સ્ટે. ખાતે નિમણૂક.
૬). આર. એસ. પટેલ : મોરબી સીટી ‘એ’ ડિવિઝન પો.સ્ટે.માંથી બદલી કરીને લીવ રીઝર્વ, મોરબી નિમણૂક…
૭). એસ. પી. જાડેજા : લીવ રીઝર્વમાંથી બદલી કરીને એલ.આઇ.બી. (LIB), મોરબી ખાતે નિમણૂક.

૮). જે. એસ. ગામિત : લીવ રીઝર્વથી લીવ રીઝર્વમાં જ રખાયા છે પરંતુ AHTU – એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની વધારાની કામગીરી સોંપાઈ…
૯). ડી. વી. ખરાડી : લીવ રીઝર્વમાંથી બદલી કરીને ટ્રાફિક શાખા, મોરબી ખાતે નિમણૂક.
૧૦). આર. સી. ગોહિલ : લીવ રીઝર્વમાંથી બદલી કરીને એસ.ઓ.જી. (SOG), મોરબી ખાતે હંગામી નિમણૂક.

૧૧). એચ. વી. ઘેલા : ટ્રાફિક શાખામાંથી બદલી કરીને મહિલા પો.સ્ટે., મોરબી ખાતે નિમણૂક…
૧૨).એસ. કે. ચારેલ : મોરબી તાલુકા પો.સ્ટે.માંથી બદલી કરીને સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે નિમણૂક.
૧૩). એમ. બી. મીસ્ત્રી : લીવ રીઝર્વ (A.H.T.U.) માંથી બદલી કરીને I.U.C.A.W., મોરબી ખાતે નિમણૂક.
જિલ્લા પોલીસ વડાના આ આદેશ બાદ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતપોતાની નવી ફરજ પર હાજર થઈ કામગીરી સંભાળી લેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



