વાંકાનેર શહેરના સક્રિય યુવા અગ્રણી જયેન્દ્રસિંહ મઘુભા ઝાલાની તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદે બઢતી સાથે વરણી કરવામાં આવી હોય, ત્યારે યુવા નેતાને મળેલી આ નવી જવાબદારીને આવકારવા માટે ગત રાત્રિના મિલપ્લોટ ખાતે ન્યુ આવાસ બિલ્ડીંગ, અમરસિંડજી મિલ સામે ભવ્ય સન્માન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું…


આ તકે વિસ્તારના સ્થાનિક આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત યુવા અગ્રણી જયેન્દ્રસિંહ ઝાલાને સન્માન કર્યા હતા. આ સન્માન સમારોહમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલ,મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, વાંકાનેર શહેર મહામંત્રી અમિતભાઈ શાહ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતીનભાઈ ફૂલતરીયા, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ ગણપતસિંહ ઝાલા,

મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ યોગીરાજસિંહ જાડેજા, મોરબી મહિલા મોરચાના મહામંત્રી પ્રજ્ઞાબા ઝાલા, મંત્રી દીપાલીબેન રાજગોર, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, અશોકભાઈ દેસાઈ, રતિલાલ અણીયારીયા, સુરેશભાઈ પ્રજાપતિ, પ્રદીપભાઈ પઢીયાર સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


