મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે વાંકાનેર વિસ્તારમાંથી દરોડો પાડી મેસરીયા નજીકથી ખનીજ રેતીની રોયલ્ટી વગર હેરાફેરી કરતા ત્રણ ડમ્પરો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હોવાથી ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ વાંકાનેર વિસ્તારમાં ધામા નાખી ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીકથી રોયલ્ટી વગર સાદી રેતીનું વહન કરતાં ડમ્પર નંબર ૧). GJ 13 AW 6451, ૨). GJ 03 BZ 4549 અને ૩). GJ 03 BV 6748 ને પકડી પાડી સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp