મોરબી જિલ્લા પ્રશાસન મારફતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ બાદ થયેલા સીઝફાયર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ યુદ્ધ પહેલાના સ્તરની નજીક પહોંચ્યા હોવાનું મીડિયા અહેવાલોમાં જાણવા મળે છે. તેથી ભારતીય જનતાના હિતમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવમાં સરકારી ધારા-ધોરણો મુજબ યોગ્ય રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ઈંધણના ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો, સેવા ક્ષેત્ર, ઉદ્યોગો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને રાહત મળશે અને દેશની અર્થવ્યવસ્થા, રોજગારી તથા વિકાસને પણ વેગ મળશે. આ રજૂઆતની પ્રતિલિપિ ભારતના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને મોરબી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી છે.


