વાંકાનેર શહેરની હરિપાર્ક સોસાયટી ખાતે રહેતો એક યુવાન લુણસર ગામની યુવતીને ભગાડી ગયો હોય, જેથી આ મામલે યુવતીના પિતા સહિત ત્રણ શખ્સોએ યુવાનના ઘરે આવી બઘડાટી બોલાવી યુવાનના પરિવારને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હરિપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સંજયભાઈ વસીયાણી અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.25ના રોજ રાત્રીના સમયે આરોપી સંજયભાઈ વસિયાણી અને તેમની સાથે કારમાં બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે આવી ‘ તમારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો છે, મને મારી દીકરી પાછી સોંપી દો ‘
એમ જણાવતાં ફરિયાદી પિતા રમેશભાઇએ કહ્યું હતું કે, મારો દીકરો કયા ગયો છે મને ખબર નથી ,આવશે એટલે તમારી દીકરીને સોંપી આપશું ‘ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ બેટ વડે આખા પરિવારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc