માત્ર 11 માસ માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ નિરૂત્સાહ દાખવ્યો, ગત વખતે કરતા મતદાનમાં ઘટાડો કોને ફાયદો કરાવશે ? : મતદાન બાદ નગરપાલિકામાં વિપક્ષને ફાયદો તો ચંદ્રપુર બેઠક પર કાંટે કી ટક્કરની શક્યતા…
આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાયું હોય, જે નિમિત્તે વાંકાનેર નગરપાલિકા તેમજ ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક પર સવારથી સાંજે છ વાગ્યા સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે, જેમાં વાંકાનેર નગરપાલિકામાં સરેરાશ 51.52 % અને ચંદ્રપુર બેઠક પર સરેરાશ 58.99% મતદાન નોંધાયું છે. મતદાન બાદ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં લાંબા સમય બાદ વિપક્ષને ફાયદો થવાની શક્યતા છે, જ્યારે ચંદ્રપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર દેખાઈ રહી છે…
મતદાન પુર્ણ થયા બાદ વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર નગરપાલિકામાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 6318 મતદારો એટલે કે 55.34 % પુરૂષ અને 10,940 મહિલા મતદારો માંથી 5201 મતદારો એટલે કે 47.54 % મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેથી સરેરાશ 51.52 % મતદાન નોંધાયું છે, મતદાન બાદ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, આ વખતે ચુંટણીમાં વિપક્ષે 30 વર્ષથી ભાજપના એકહથ્થુ શાસનથી ચાલતી નગરપાલિકામાં ટક્કર આપી છે, જેમાં શાસન તો ભાજપનું જળવાઈ રહેશે, પરંતુ હાલ વિપક્ષ મજબૂત સ્થિતિમાં દેખાય રહ્યો છે…
ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો મતદાન પુર્ણ થતા કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 2231 મતદારો એટલે કે 61.39 % પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 2027 મતદારો એટલે કે 56.56 % મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં સરેરાશ 58.99 % મતદાન નોંધાયું છે, ચંદ્રપુર બેઠકમાં ભાટીયા અને ચંદ્રપુર ગામના મતદાનની વિગતો જોઈએ તો ભાટીયા સોસાયટીમાં અંદાજે 1921 અને ચંદ્રપુર ગામમાં અંદાજે 2337 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…
ચંદ્રપુર બેઠકમાં નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, ચંદ્રપુર ગામનું ભાટીયા કરતા 416 વધારે મતદાન તેમજ ભાટીયામાં અપક્ષ કોંગ્રેસ ઉમેદવારને ફાયદો કરાવી શકે છે, પરંતુ ચંદ્રપુર ગામમાં આંતરીક રીતે ભાજપ દર વખતે કરતા વધારે મતો મેળવવાની શક્યતાના કારણે ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આજરોજ રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મંગળવારના રોજ વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે વાંકાનેર નગરપાલિકા તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મતગણતરી યોજાશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm