વાંકાનેર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે, ત્યારે વાંકાનેર વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળોએ મશીન મુકાવી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાતાં વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં પાણી નિકાલ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જે વિસ્તારોમાં બાકી છે ત્યાં હાલ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદ ઉપરાંત મચ્છુ ૧ ઓવરફ્લો થતાં તેનું પાણી નદીમાં આવતા વાંકાનેર શહેરી તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદ બંધ થતાં જ તાત્કાલિક ધોરણે વાંકાનેર નગરપાલિકા તથા તાલુકા વહીવટી તંત્રના સંકલનથી પાણીનો નિકાલ કરવાની કામગીરી માટે ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg