વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા આજરોજ ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે માતાજીનો યજ્ઞ, મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ તકે વાંકાનેરના પ્રથમ યુવા કોર્પોરેટર દિનેશભાઇ સોંલકી, કેસકાલા બોર્ડ મુહિમનાં વાંકાનેર શહેર પ્રમુખ દિનેશભાઈ પરમાર, ઉપપ્રમુખ નવીનભાઈ કલોલા તેમજ તાજેતરમાં જ આરોગ્ય ખાતામાં નિમણુંક થયેલ ભાવીનભાઇ કાંજીયાનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર વાણંદ સમાજના પ્રમુખ ખીમજીભાઇ રાછડીયા, ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર, મંત્રી રસિકભાઈ ખોરજા, રવિભાઈ લખતરીયા તેમજ કારોબારી સભ્યો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm