Thursday, October 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના મિલપ્લોટમાં જૂના મનદુઃખમાં યુવાન પર 8થી વધુ શખ્સોનો ઘાતક હુમલો....

    વાંકાનેર શહેરના મિલપ્લોટમાં જૂના મનદુઃખમાં યુવાન પર 8થી વધુ શખ્સોનો ઘાતક હુમલો….

    વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મિલ કોલોનીમાં રહેતા અને સીટ કવરનો વ્યવસાય કરતા ૨૨ વર્ષીય યુવાન પર અગાઉના જૂના મનદુઃખની અદાવતમાં ૮ થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ યુવાનની કારમાં તોડફોડ કરી તેને મિત્રના ઘરમાંથી બહાર ખેંચીને પાઇપ અને ધોકા વડે બેરહેમીથી માર મારતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરની મિલ કોલોનીમાં રહેતો દેવભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) નામનો યુવાન પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં રાવકી ગામે એક કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે જઈ રહ્યો હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે આરોપી ૧). રહીમ રાયધન, ૨). સુમીત કોળી, ૩). અકબર મુસા, ૪). સોહીલ કટીયા અને એક અજાણ્યા શખ્સે તેમની કારને આંતરી હતી. હુમલાખોરોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે કારના કાચ તોડી નાખી ભારે તોડફોડ મચાવી હતી…

    અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલો દેવભાઈ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગીને પોતાના મિત્રના ઘરે પહોંચી ગયો હતો. જોકે, હુમલાખોરોનું ટોળું ત્યાં પણ પહોંચી ગયું હતું. જેમાં અગાઉના શખ્સો ઉપરાંત ૫). મોઈનો, ૬). ચંકીલો ઉર્ફે ખાનભાઈ અને ૭). રમજાન કટીયા સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ દેવભાઈને મિત્રના ઘરમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો.

    ત્યારબાદ બેફામ ગાળો આપી, માથા, હાથ અને પગના ભાગે ઘાતક હથિયારો વડે ઢોર માર માર્યો હતો. હુમલાખોરો જતા જતા “ફરીથી વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશું” તેવી ગંભીર ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ જીવલેણ હુમલામાં દેવભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૩ થી ૪ ટાંકા આવ્યા હતા, જ્યારે ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર યુવાને વાંકાનેર સિટી પોલીસમાં ૮ થી વધુ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!