Thursday, October 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મેસરીયા ગામે દારૂના ગુનામાં જપ્ત થયેલી કાર છોડાવવા બાબતે બબાલ :...

    વાંકાનેરના મેસરીયા ગામે દારૂના ગુનામાં જપ્ત થયેલી કાર છોડાવવા બાબતે બબાલ : તલવાર અને પાઇપથી યુવાન પર હુમલો….

    વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે દારૂના ગુનામાં પકડાયેલી કાર છોડાવવા બાબતે જૂની અદાવત રાખીને એક યુવાન પર બે શખ્સો દ્વારા તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના મેસરિયા ગામે રહેતા અર્શદભાઇ હૈયાતભાઈ વડાવીયા (ઉ.વ. 23) નામના યુવાને પોતાની અર્ટીગા કાર રાજકોટના રફીકભાઇ પીપરવાડીયાને વેચી હતી. જોકે, કાર પર લોન ચાલુ હોવાથી કાગળ પર કાર અર્શદભાઈના નામે જ હતી. આશરે નવ મહિના પહેલા આ અર્ટીગા કારને રાજકોટ પોલીસ દ્વારા દારૂની હેરાફેરીના ગુનામાં પકડી પાડવામાં આવી હતી. કાર કાયદેસર રીતે અર્શદભાઈના નામે હોવા છતાં, તેમણે તે પોલીસ મથકેથી છોડાવવા જવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી….

    આ વાતનો ખાર રાખીને ગત તા. ૧૩ ના રોજ સવારે રસીકગઢનો અમન હુશેનભાઇ પીપરવાડીયા (સ્વિફ્ટ કારમાં) અને મેસરિયાનો સાકીર હુશેનભાઇ પીપરવાડીયા (સેન્ટ્રો કારમાં) અર્શદભાઈ પાસે ધસી આવ્યા હતા. હુમલાખોરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા; અમનના હાથમાં તલવાર હતી, જ્યારે સાકીર પાસે લોખંડનો પાઇપ હતો.

    બંને શખ્સો ગાળો બોલીને અર્શદભાઈને મારવા દોડ્યા હતા. પોતાનો જીવ બચાવવા અર્શદભાઈ ત્યાંથી ભાગીને દોલુભાઇ નામના તેમના એક ઓળખીતાની ક્રેટા કારમાં બેસી ગયા હતા. ગુસ્સે ભરાયેલા સાકીરે લોખંડના પાઇપથી ક્રેટા કારનો આગળનો કાચ તોડી નાખીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલા અને તોડફોડ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર અર્શદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અમન અને સાકીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!