વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સા-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલ કારખાનામાં આવેલ હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુના નં. ૩૯/૨૦૧૯ થી નોંધાયેલ પોકસો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી અજય ગીધારભાઈ બારીક (ઉ.વ. ૨૮, રહે. ચંદામાની, બાળેશ્વર, ઓરિસ્સા)ને મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર નામના સિરામિક કારખાનામાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm