વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસની શોધખોળ શરૂ કરાઇ….
વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસે ગઈકાલ સાંજના સમયે કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી જતા એક અજાણ્યા 35 વર્ષે ઉંમરના પુરુષનું મોત થતાં રેલ્વે ટ્રેક પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેથી હાલ આ બનાવમાં રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી ગઈકાલ સાંજે 6:30 વાગ્યાની આસપાસ કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી જવાથી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી એક અજાણ્યા 35 વર્ષીય પુરુષનું મોત થતા રેલ્વે ટ્રેક નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી હાલ આ બનાવમાં રેલ્વે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતક યુવાન જેણે શરીરે સફેદ કલરનું ટુંકી બાયનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય તે ઉપરની ફોટાવાળા મૃતકની કોઇ ઓળખ મળે તો રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મો. 63526 35525 પર સંપર્ક કરવા જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg