પશ્ચિમ બંગાળથી વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રોજગારની તલાશમાં આવેલ એક વિકલાંગ યુવાનએ પોતાની બિમારી અને આર્થિક સંકડામણથી કંટાળી જીંદગીની જંગ હારી જતા ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે આવેલ જેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષ (ઉ.વ. 25) નામના અપંગ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ હોય સાથે આર્થિક સ્થિતિ નબળી પણ હોય અને વતનમાં પૈસા મોકલવાના હોય, જેથી સતત માનસિક પરેશાન રહેતા યુવાને જીંદગીનો જંગ હારી સમસ્યાઓથી કંટાળી અઘટિત પગલું ભરી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg