વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક કારખાનાની બાજુમાં પાણી ભરેલા તલાવડામાં ડુબી જવાથી શ્રમિક નું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક કારખાનાની બાજુમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ડુબી જતાં વિનુસંગ ભવાનસંગ ખાટ (ઉ.વ. ૪૪, રહે. લોનીખ સિરામિક, મુળ રહે. રાણીપુર, બનાસકાંઠા) નામનાં શ્રમિક યુવાનનું મોત થયું હતું, જેથી મૃતકની લાશને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ એએસઆઇ એસ. આર. ચાવડાએ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm