Friday, November 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતાવિરડા ગામે સીરામીક કારખાના પાછળ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેરના રાતાવિરડા ગામે સીરામીક કારખાના પાછળ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઓરિસ્સાના વતની અને હાલ રાતાવિરડા ગામની સીમમાં આવેલ સુપેરો ગ્રેનીટો સીરામીકમાં રહીને કામ કરતા છોટુ બાસેશ્વરભાઈ મુંડારી (ઉં.વ.૩૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર સુપેરો ગ્રેનીટો સીરામીકની પાછળના ભાગે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!