Wednesday, November 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના પચીસ વારિયા વિસ્તારમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયાં....

    વાંકાનેર શહેરના પચીસ વારિયા વિસ્તારમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયાં….

    વાંકાનેર સિટી પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પચ્ચીસ વારિયા ઈંટોના ભઠ્ઠા પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોય દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના પચ્ચીસ વારિયા ઈંટોના ભઠ્ઠા પાસે કેટલાક શખ્સો જાહેરમાં ચકલા-પોપટનો જુગાર રમી રહ્યા હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડોપાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ધર્મેશ કાનજીભાઈ સરવૈયા (ઉ.વ. ૩૦, રહે. ગુલાબનગર) અને રાહુલ ઉર્ફે મુનાભાઈ રાજુભાઈ પરીયા (ઉ.વ. ૩૪, રહે. પચ્ચીસ વારિયા વિસ્તાર) ને જુગાર રમવાનું સાહિત્ય અને રોકડા રૂપિયા ૧,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!