Friday, November 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરથી પંચાસીયા ગામે મામાના ઘરે ગયેલા ભાણેજએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જીવન...

    વાંકાનેરથી પંચાસીયા ગામે મામાના ઘરે ગયેલા ભાણેજએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…..

    વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક યુવાને વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પોતાના મામાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે, આશાસ્પદ યુવાનએ અચાનક ભરેલા આ પગલાંથી પરીવાર ઘેરા શેકમાં ગરકાવ થયો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ યોગેશભાઈ ગોહીલ (ઉ.વ.૩૯) નામનો યુવાન દિવાળીના તહેવારો દરમ્યાન વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પોતાના મામાના ઘરે ગયો હોય ત્યારે ગતરાત્રીના પંચાસીયા ગામે મામાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ભાવેશભાઈએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું….

    આ કરૂણ બનાવની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે કલ્પાંત છવાઈ ગયો હતો. યુવાનના આપઘાતના પગલે ગોહીલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા આગળની વધુ તપાસ હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!