વાંકાનેર શહેરના પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવારો છોકરાઓના ઝઘડામાં એકાબીજા સાથે બાખડી પડ્યા હતા, જેમાં બે ભાઈઓએ પરિવાર પર છુટાં ઈંટના ટુકડાઓ ફેંકી હુમલો કરી ઇજાઓ પહોંચાડતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પરશુરામ પોટરી વિસ્તારમાં ડો. દેલવાડીયાના દવાખાના સામે રહેતા ફરિયાદી જમનાબેન શૈલેષભાઇ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસમાં તેમના પાડોશી આરોપી મિતુલ મુકેશભાઈ ગૂંગડીયા અને ભોલિયો મુકેશભાઈ ગૂંગડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, બંને આરોપીઓએ ફરિયાદીના દિકરા નિખિલ સાથે ઝઘડો કર્યા બાદ ફરિયાદીના ઘરે આવી ઇંટોના છુટા ઘા કરી હુમલો કરતા ફરિયાદી જમનાબેન તેમજ તેમના સાસુ ઉજીબેનને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm