Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવિકાસ ગાંડો થયો....: વાંકાનેર નગરપાલિકાએ રોડ તો બનાવી નાખ્યો પણ પાણીની પાઇપ...

    વિકાસ ગાંડો થયો….: વાંકાનેર નગરપાલિકાએ રોડ તો બનાવી નાખ્યો પણ પાણીની પાઇપ લાઇન રિપેર કરવાની ભુલી ગ્યાં…!

    ગાયત્રી મંદિર રોડ પર એક મહિના કરતાં વધારે સમયથી સીસી રોડ નીચેથી લિકેજ, છતાં પાલિકા તંત્ર ડોકાયું પણ નથી…

    વાંકાનેર નગરપાલિકાએ ઉંધા વિકાસના કામોની દોટ મુકી હોય તેવો માહોલ નવી બોડી અમલમાં આવી ત્યારથી વાંકાનેર શહેરમાં છવાયો છે, જેમાં બે મિનિટની સાધારણ સભા, નવા નકોર રોડને તોડી ભૂગર્ભ ગટરની કામગીરી, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉભરતી ભુગર્ભ ગટરો, ગંદકીના સામ્રાજ્ય, અપુરતા અને દુષિત પાણી વિતરણ, સત્તાપક્ષના વિફરેલા સદસ્યો, સત્તાધીશોની મનમાની સહિતની સમસ્યાથી વાંકાનેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,

    ત્યારે પાલિકાની નવી બોડીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ શહેરના ગાયત્રી મંદિર રોડ પર જ્ઞાનગંગા સ્કૂલ સામે છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી નવા બનેલા સીસી રોડની નીચેથી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ રહી હોય, જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય, છતાં આ વિસ્તારના ચુંટાયેલા પ્રતિનિધિઓ કે પાલિકાના કર્મચારીઓ પણ આ સમસ્યાનો હલ કરવા માટે ડોકાયા સુધ્ધાં નથી !

    હવે જોવાનું રહ્યું કે વર્તમાન ઉનાળામાં પાણીની કટોકટીના સમયે નગરપાલિકાની બેદરકારીના કારણે વેડફાઈ રહેલા આ મુલ્યવાન પાણીને અટકાવવા પાલિકા તંત્ર દ્વારા ક્યારે તસ્દી લેવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!