Thursday, April 23, 2026
More
    Homeમુખ્ય સમાચારરાજકોટ : નકલી નોટો છાપવાના ગુનામાં ઝડપાયેલા વાંકાનેરના પાજ ગામના આરોપીના જામીન...

    રાજકોટ : નકલી નોટો છાપવાના ગુનામાં ઝડપાયેલા વાંકાનેરના પાજ ગામના આરોપીના જામીન મંજૂર…

    રાજકોટની નામદાર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ભારતીય ચલણી નોટોની નકલી કોપી બનાવી તેનો સાચી નોટ તરીકે ઉપયોગ કરવાના ચકચારી ગુનામાં સંડોવાયેલા એક આરોપીની જામીન અરજી મંજૂર કરી તેને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટાફ તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટના શીતલ પાર્કથી આગળ આવેલા મફતિયા પરામાં એક મકાનની ઓરડીમાં દરોડો પાડતા નૈતીક મહેન્દ્રભાઇ અગ્રાવત ભારતીય ચલણી નોટોને સ્કેન કરી બનાવટી નોટો છાપતો ઝડપાયો હતો…

    આ બનાવમાં પોલીસને ઘટનાસ્થળેથી છાપવામાં આવેલી ૩૮ જેટલી નકલી નોટો અને છાપકામ માટેના સાધનો જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હોય, જે ગુનાની સઘન તપાસ દરમિયાન વાંકાનેરના પાજ ગામે રહેતા મોહસીન મહમદરફીક શાહમદારનું નામ ખુલતા પોલીસે તેની રાજકોટની બેડી ચોકડી ખાતેથી અટકાયત કરી જેલહવાલે કર્યો હતો….

    જેલહવાલે થયેલા આરોપી મોહસીન શાહમદારએ એડવોકેટ યુનુસ એ. ખોરજીયા તથા મયુરસિંહ પરમાર મારફતે રાજકોટની નામદાર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં નામદાર કોર્ટ આરોપીના જામીન અરજી મંજૂર કરી તેને જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!