
દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો અનેરો માહોલ છે, ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે આવેલી કન્યા શાળા ખાતે પણ દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રપ્રેમ અને ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવવંતા રાષ્ટ્રીય પર્વે યોજાયેલા કાર્યક્રમમાં કોઠારીયા ગામના સરપંચ આંબાભાઈ તથા વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા ફારૂકભાઈ કડીવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં અનિમેષભાઈ દુબરિયા, હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઇ પટેલ, ભરતભાઈ કાનાની, રમેશભાઈ પડસુબિયા અને કૌશિકભાઈ પટેલ સહિતનાએ પણ હાજરી આપી હતી.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





