વાંકાનેર શહેરના વોર્ડ નંબર 2માં આવેલ નવજીવન સોસાયટી ખાતે સ્ટ્રીટ લાઈટ નાખવા બાબતે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિબેન ચૌહાણ દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 2માં મિલ પ્લોટ નજીક આવેલી નવજીવન સોસાયટીમાં શેરી નંબર 2 ખાતે સ્ટ્રીટ લાઈટ સુવિધા ન હોવાથી રાત્રીના સમયે નાગરિકોને અહીંથી પસાર થવામાં તકલીફ પડતી હોય, તેમજ આગામી તા. ૨૪ ના રોજ અહીં ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન હોય, જેથી વહેલી તકે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ નાખવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1