
મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ (NDPS) ના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ NDPS ગુના રજીસ્ટર નંબર 1339/2025 માં સંડોવાયેલ આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા (રહે. ફુલવાડી ચાયડા વિસ્તાર, થાનગઢ) છેલ્લા આઠેક માસથી પોલીસ ચોપડે ફરાર હોય છેને મોરબી એસઓજી સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





