વિડિયો જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો….👇👇👇
https://fb.watch/qz0qZZIvPG/?mibextid=Nif5oz
ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે આજે ગુજરાતની કુલ 15 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાનું પત્તુ કાપી તેમની જગ્યાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળતા વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી રહી છે….
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વચ્ચેનો ગજગ્રાહ જગજાહેર છે, ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાના સ્થાને પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપતા જ વાંકાનેર ધારાસભ્ય કાર્યાલયે ખુશીની લહેર દોડી ગઈ હતી. જેમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત તેમના સમર્થકો દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી રહી છે…
ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ કર્યો કટાક્ષ….
બાબતે ઉજવણી બાદ ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ મોહન કુંડારિયા પર કટાક્ષ કરતા મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટ બેઠક પર સામાન્ય કાર્યકર્તાઓને ગાળો કે ધમકી ન આપતાં લોકપ્રિય નેતાને પક્ષે ટીકીટ આપી છે, જેનાથી રાજકોટ બેઠક પર અમો પાંચ લાખ કરતાં વધારે મતોની લીડથી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને જીતાડીશું, અગાઉ કેટલાય લોકો પક્ષ તથા સરકારને બદનામ કરતાં, હિટલરશાહી વાપરતા, કાર્યકર્તાઓને ગાળો-ધમકી આપતાં જેના સ્થાને પરસોત્તમ રૂપાલા સાહેબને ટીકીટ મળતા તેઓ કાર્યકર્તાઓને ગાળો કે ધમકી નહી આપી અને તેમને સાચવશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp