વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં અસુવિધાનો અંબાર લાગ્યો હોય તેવો અનુભવ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે, જેમાં તુટેલી ભુગર્ભ ગટરના ઢાંકણા, ખખડધજ રોડ, ગંદકીના ગંજ અને અશુદ્ધ પાણીની સમસ્યાએ આ વિસ્તારને પછાત બનાવી દીધો છે. સમસ્યાઓના ઢગલા વચ્ચે તાજેતરમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ તેના ઉકેલ માટે નિરસતા દાખવી રહ્યા છે,
ત્યારે આ વિસ્તારમાં વિપક્ષના સદસ્ય જાગૃતિબેન ચૌહાણ દ્વારા અવારનવાર પાલિકાના નવા સત્તાધીશોને લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ પાલિકા તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા હોવાનાં ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે….
આ વચ્ચે અગાઉ પણ કોંગ્રેસના પાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ દ્વારા મેઇન રોડ વચ્ચે ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા બાબતે રજૂઆત કરી હોય, જેનો હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. ત્યારે આ વિસ્તારમાં મચ્છીપીઠ રોડ, સ્ટેશન રોડ, વિશીપરા રોડ, મિલપ્લોટ ફાટક સહિતના મુખ્ય માર્ગો પર ભુગર્ભ ગટરના અનેક ઢાંકણાઓ તુટેલી હાલતમાં વાહનચાલકો માટે યમરાજ રૂપ બન્યા છે, ત્યારે આ તમામ ઢાંકણાઓને પાલિકાતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બદલાવવા સ્થાનિક કોર્પોરેટર દ્વારા વધુ એક વખત માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm